મુમ્બઈ - બેંગ્લોર 26/6/2006
મુમ્બઈ બેંગ્લોર – સોમવાર 26/6/2006
સવારે 6-30 વાગ્યે તો ઉઠી ગયો, ફ્લાઈટ પકડવાનુ ટેંશન હતુ , એટલે મોબાઈલ નુ એલાર્મ વાગતા પહેલા જ આંખ ખુલી ગઈ. નહાતા ને સામાન ભેગો કરતા 7-00 વાગી ગય . દસ પન્દર મિનિટ મા ચા નાસ્તો કરી ને સામાન લઈ ને રિક્ષા શોધવા નીકળ્યો. મુમ્બઈ ની આ ખુબી છે કે ક્યાય જવુ હોય ક્યારેય જવુ હોય કોઈ તકલીફ ન પડે. એક હાથ બતાવો તો 5 રિક્ષાવાળા ની લાઈન લાગી જાય ને બેંગ્લોર મા 10-15 રિક્ષાવાળાઓને પુછો ને કદાચ તમારુ નસીબ સારુ હોય તો એકાદ જ્ણ દયા ખાઈ ને લઈ જવા રાજી થાય.
8-00 વાગ્યા સુધી મા તો છત્રપતિ શિવાજી હવાઈ અડ્ડે – ટર્મિનલ 1 - અ , ટિકીટ બતાવી ને અન્દર ગયો ને સામાન પર સિક્કો મરાવ્યો કે કાઇજ જોખમી વસ્તુ નથી મારા સામાન મા. અને કિંગફિશર ના કાઉંટર પર જઈ ,મને ગમતી બારીવાળી સીટ બુક કરાવી.
થોડીવાર બહાર બેઠા બેઠા છાપુ વાંચ્યુ ને ટાઈમ પાસ કર્યો. હુ મારી ફ્લાઈટ ના બોર્ડીંગ ના પાટિયા ઝુલવાની રાહ જોતો હતો, વીસેક મિનિટ મા તો સુરક્ષા તપાસણી શરુ થઈ ગઈ. સામાન તપાસાવ્યા પછી હવે વારો હ્તો મારી પોતાની તપાસણી કરાવવાનો. સુરક્ષા ચકાસણી મા વધારે સમય ન લાગ્યો ને સીધો પહોંચ્યો ગેટ નમ્બર 10 (ભોન્યરા) મા.
ફ્લાઈટ થોડી મોડી હતી 9 વાગ્યાની હતી પણ વિમાન આવતા આવતા જ 9 વાગી ગયા.
મેઈન ગેટ પર થી વિમાન મા જવા માટે કિંગફિશરે એકદમ મસ્ત બસ આપેલી છે , એકદમ ઠંડક અને અત્ય્ંત સુંદર આંતરિક સુશોભન , મજા આવી ગઈ. મને તો વિમાન કરતા બસ વધુ ગમી. પાંચ મિનિટ મા તો બસ પાસે પહોંચી ગયા. બેસ્ટ ની બસ કે શહેર ની બસો આવી હોય તો લોકલ ટ્રેઈન મા ચડવાની જરુર જ ન પડે.
વિમાન મા ચડતા ની સાથે જ રાજાશાહી આગતા સ્વાગતા ની શરુઆત થાય. શરુઆત થાય એકદમ અદભુત સ્મિત થી ને પ્રશ્ંશનીય આવકાર થી . વિજય માલિયા ને આ બાબતે શાબાશી આપવી જોઈએ , એમની પસન્દગી ની પ્રક્રિયા ને દાદ આપવી પડે .
લગભગ 10 મિનિટ મા બધાએ સ્થાન ગ્રહણ કરી લીધા અને વિમાન પહેલેથી જ મોડુ હતુ એટલે તરત જ ખુર્શી ના પટ્ટા બાન્ધ્વાનો સંકેત મળી ગયો ને વિમાને રન વે તરફ પ્રયાણ કર્યુ.
વાતાવરણ થોડુ વાદળીયુ હતુ એટલે બારીવાળી જગ્યા પાસે બેસવાની મજા આવી ગઈ. ઉપર આકાશ નીચે વાદળા અને વચ્ચે હાલક દોલક થતુ અમારુ વિમાન . જાયે તો જાયે કહા. વાતાવરણ ખરાબ હોવાના કારણે વિમાન દરિયા મા હાલતી હોડી ની જેમ આગળ વધી રહ્યુ હતુ . બારીવાળી જગ્યા ને લીધે હુ સ્પ્ષટ રીતે વિમાન ની પાંખ હાલતી જોઈ શકતો હતો અને ખુબ જ આંચકાઓ લાગતા હતા , ટુંક મા કહુ તો બધા ના જીવ અદ્ધર હતા.
માંડ માંડ સેટ થયા એટલા મા તો જમ્વાનુ ને ચ્હા આવી ગઈ . જમ્વામા ઈડલી સમ્ભાર , મસાલા ઢોસા અને બ્રેડ બટર હતા જમવામા. ( વેલકમ ટુ બેંગ્લોર ) થોડી ટાઢક થઈ, ઈડલી સમ્ભાર ખાઈ ખાઈ ને તો હવે ભાવતા થઈ ગયા છે , વિના કોઈ વિચારે 2-3 ઢોસા તો ખાઈ જ શકુ, ને ઈડલી નુ તો એવુ છે કે એ તો ગમે ત્યારે ને ગમે તેટલી ખવાય એનો કોઈ હિસાબ નથી.
પેટ પુજા પછી વારો આવ્યો કિંગફિશર ના ટીવી સેટ અજ્માવવાનો , હેડફોન લગાવ્યા ને શરુ થયો લાફટર ચેલેંજ શો..પછી સામ્ભળ્યા થોડા ગીતો .. એટલા મા તો સુચના અપાઈ ગઈ કે 10 મિનિટ મા બેંગ્લોર પહોંચી જઈશુ. કાઈ કેટલા આંચકાઓ પછી 10-30 વાગ્યે પહોંચ્યા બેંગ્લોર હવાઈ અડ્ડે. સામાન ભેગો કર્યો ને કરી પ્રિ પેઈડ ટેક્ષી . મોડુ તો થઈ જ ગયુ હતુ એટલે ટેક્ષી બુક કરી સીધી ઓફિસ માટે – ઈલેક્ટ્રોનિક સિટી. બેંગ્લોર મા જો પહેલી વાર આવ્યા હો ને જગ્યા ખબર ન હોય તો પ્રિ પેઈડ ટેક્ષી કરવી હિતાવહ છે , કારણકે તમે જો રિક્ષા કે મિટર પર જાઓ તો પહેલાતો મિટર ઝડપી હોય ને પછી પહોંચાડ્યા પછી સાહેબ આટ્લો અન્દર લઈ ને આવ્યો આટ્લા વધારા ના થશે વગેરે વગેરે શરુ થાય .
ચાલો તો પહોંચુ ઓફિસ ને લાગીએ કામે.
પછી મળીયે.


nice quick flight journey...
enjoyed reading your description.
તમારી વાપસી ક્યારે થવાની છે, બીજા એક યાત્રા વૃતાંત સાથે.
પ્રિય મિત્ર,
આપની વેબસાઈટ પર ગુજરાતી બ્લોગજગતમાં મારા બ્લૉગની લિન્ક આ પ્રમાણે બદલવા વિનંતી છે:
શબ્દો છે શ્વાસ મારાં
www.vmtailor.com
વિવેક
મિત્ર संजय बेंगाणी ,
વાપસી તો કયારનીય થઈ ગઈ છે ..થોડા સમય ની સાથે જ લેખ રજુ કરીશ.
સરસ લેખ છે અને બ્લોગ પણ સરસ છે
અભિનંદન
આપે પૂછાવ્યું હતું કે 'મનેખ નાનું અને મન મોટું' પુસ્તક ક્યાંથી મળશે ? તો એ માટે રીડગુજરાતી સાઈટ પર ત્યાં પુસ્તક પરિચય વિભાગમાં આપેલા ફોન નંબરથી લેખકને પૂછવા વિનંતી.
આ સુંદર લેખ માટે ફરી ધન્યવાદ.
Post a Comment
<< Home