Monday, June 19, 2006

સુરત - મુમ્બઈ ફ્લાઈંગ રાણી

સોમવાર .

સોમવાર, મારા માટે કંટાળા ભર્યો દિવસ .

સવારે વહેલા ઉઠવાનો દિવસ.

મારા જેવા IT professionals સુરતીઓ નો ફ્લાઈંગ રાણી પકડવાનો દિવસ.

બોગી નમ્બર ડ- 3 પક્ડવાનો દિવસ . ( ધન્યવાદ લાલગેટ ની રેલ્વે રીઝ્ર્વેશન ને ઓફીસ ને )

ફ્લાઈંગ રાણી નામ પડતા જ બે વસ્તુ યાદ આવે સમય 5-25 , પ્લેટફોર્મ – 3

ફ્લાઈંગ રાણી એટલે નોકરી કરતા સુરતીઓ ને વાપી અને મુમ્બઈ જવા માટે ની સવાર ની નોકરી ના ટાઈમ પર પહોંચાડતી એક્માત્ર ટ્રેઈન . ફ્લાઈંગ રાણી મા ચા પાણી નાસ્તા ની કોઈ તકલીફ ન પડે , પાંચ – પાંચ મિનીટે ચા , ઈડલી વડા , ભેલ , ખમણ ના ફેરીયા ઓ આંટા મારતા નજરે પડે . ફ્લાઈંગ રાણી મા રીઝ્ર્વેશન ન હોય તો પરિવાર સહિત જવુ હિતાવહ નથી, આ જો કે વ્યક્તિગત અભિપ્રાય છે , પણ જોઈને અનુભવેલો છે .

મુસાફરી શરુ થાય ગુજરાત સમાચાર થી , ને સાથે હોય ગરમ ચા ની પ્યાલી ( પ્લાસ્ટીક ની , લાલુ ની સરકારે ભલામણ કરેલી માટી ની પ્યાલીઓ સુરત સ્ટેશને તો નથી જોઈ )
સુરત થી નવસારી સુધી એકદમ આરામ ની મુસાફરી , પણ બિલીમોરા આવે એટ્લે ફ્લાઈંગ ની ખરી ભીડ દેખાવાની શરુ થાય . લગભગ બધા જ અપ ડાઉન વાળા, રીઝ્ર્વેશનવાળા મુસાફરો ને બાદ કરતા. ફ્લાઈંગ રાણી એટલે 80 % મુસાફરો અપ ડાઉન વાળા , રોજ ના એ ના એ જ ચહેરા , સીટ પણ એ જ . મોટા ભાગે વાપી મા નોકરી કરવા વાળા , સુરત – મુમ્બઈ પાર્સલ વાળા આંગડિયાઓ , હીરા ના દલાલ , હીરા ઘસુઓ .

વાપી આવતા સાથે તો ટ્રેઈન ખાલી ખાલી થઈ જાય, અહી ખાલી એટલે વાપીવાળા ( અપ ડાઉન ની ભાષા મા ) ઉતરી જાય એટલે શાંતિ થી ઉભા રહી શકાય એટલી જગ્યા થાય . વાપી થી ડહાણુ રોડ આ જ શાંતિ થી પસાર થઈ જાય . અને આ જ સમયગાળા મા શાંતિ થી સુઈ શકાય.

સદનસીબે જો બારીવાળી જગ્યા મળે તો ડહાણુ રોડ થી ભાઈન્દર સુધી હરિયાળી નો લ્હાવો લેવાનો આન્ન્દ જ કઈ ઓર છે . પ્રક્રુતિ એ દિલ ખોલી ને સૌન્દર્ય ભર્યુ છે આ સ્થ્ળો પર.

ડહાણુ રોડ – પાલ ઘર વાળા માટે ફ્લાઈંગ એટલે અન્ધેરી , મુમ્બઈ સેંટ્રલ સવારે જવા માટે ની ટ્રેઈન . ભાઈન્દર આવતા ફરી એજ મુમ્બઈ ની ભીડ નજરે પડે , બધા પ્લેટફોર્મ માનવમેદની થી ઉભરાતા .
9-30 વાગ્તા ફ્લાઈંગ બોરીવલી પહોંચી જાય . બોરીવલી થી ચડતા લોકો મુમ્બઈ ની લોકલ ટ્રેઈન મા મફત મા ભારે મસાજ કરાવાનુ પસન્દ નથી કરતા એટ્લે ફ્લાઈંગ મા થોડો હળવો મસાજ કરાવતા મુમ્બઈ સેંટ્રલ સુધી જાય અને પછી ત્યાંથી લોકલ મા . મુમ્બઈ ની લોકલ સ્લો ટ્રેઈન મુમ્બઈ સેંટ્રલ સુધી પહોંચતા તો આખી ખાલી થઈ જાય , અલબત્ત મુમ્બઈયાઓ ની ભાષા મા . (મુમ્બઈયાઓ ની ભાષા મા આખી ખાલી નો મતલબ થાય કે તમે શાંતિ થી ઉભા રહી શકો )

10-20 સ્ટેશન મુમ્બઈ સેંટ્રલ, આખરે , છેક છેલ્લા પહોંચી ગયા મંઝિલ પર . અહી ફ્લાઈંગ આરામ કરે અને સાંજ ને માટે ( 5-55) ફરી સુ સજ્જ થાય.

ફરી ક્યારેક મુમ્બઈ સુરત , ને મુમ્બઈ બેંગ્લોર ની વાતો કરીશુ.

નિમેષ કાપડિયા - વણઝારો

ટીપ્પ્ણીઓ:7

સમય 11:08 AM, June 20, 2006, Blogger Siddharth એ કહ્યુ ..

તમારા અનુભવો વાંચવાની મજા આવે છે. હજી તમે બેંગ્લોર માં જ છો કે પછી પાછા સુરત આવી ગયા.


સિદ્ધાર્થ

http://drsiddharth.blogspot.com

 
સમય 11:08 AM, June 20, 2006, Blogger Siddharth એ કહ્યુ ..

તમારા અનુભવો વાંચવાની મજા આવે છે. હજી તમે બેંગ્લોર માં જ છો કે પછી પાછા સુરત આવી ગયા.


સિદ્ધાર્થ

http://drsiddharth.blogspot.com

 
સમય 10:54 PM, June 20, 2006, Blogger વણઝારો એ કહ્યુ ..

સિદ્ધાર્થભાઈ ,

અત્યારે તો કન્મ્પની ના કામ માટે મુમ્બઈ મા છુ ,અને શનિ રવિ રજા એટલે , શનિ રવિ સુરત આંટો મારી આવુ છુ . ઢોસા કરતા વડા-પાઉ ને ભાજી - પાઉ વધુ માફક આવે છે . :)
મુમ્બઈ - બેંગ્લોર પણ ચાલુ જ છે અને રહેશે જ્યા સુધી IT મા છુ , અલબત્ત પ્રમાણ ઓછુ છે – મહિને – બે મહિને એકાદ વાર દસેક દિવસો માટે .

નિમેષ કાપડિયા
વણઝારો

 
સમય 10:43 AM, June 25, 2006, Blogger Jayshree એ કહ્યુ ..

ખરેખર મઝા આવી વાંચવાની. 3 મહિના સુધી રોજ સવારે નવસારી થી વાપી ફ્લાઇંગમાં આવતી, એ દિવસો યાદ આવી ગયા..

વલસાડથી વાપી તો ભજન અને આરતી પણ રોજ સંભળાતા..


અને કોઇક વાર જો મુંબઇથી ફ્લાઇંગ પકડવાની હોય, તો ટામેટાનું સૂપ.. અને ( i guess according to season ) લાલ ચટ્ટાક દાણા વાળા દાડમ...!!

 
સમય 10:29 AM, June 27, 2006, Blogger Suresh એ કહ્યુ ..

બહુ જ મજા આવી. તમે ભલે કવિતા ન લખો. પણ આવું કરતા રહો. ગમે તેટલા વ્યસ્ત હશો, પણ આ પ્રવૃત્તિથી ફ્લાઇંગ રાણી અને ઓફીસમાં થતી બધી ચંપી અને ધોલાઇનો થાક ઉતરી જશે !!
તમારી વર્નન શક્તિ ઘણી સારી છે. વાર્તાઓ , આવા વર્ણનો લખવાનું ચાલુ જ રાખો.કદીક કવિતા (કોઇ કન્યાની વાત નથી કરતો!) પર પણ હાથ અજમાવશો તો ખોટું નહીં !!
Wish you best luck

 
સમય 10:05 AM, July 11, 2006, Blogger manvant એ કહ્યુ ..

ઓહોહો !ઓ મુસાફર ! તમે તો ભાઈ અગમ-
નિગમના ખેલ જુઓ છો ને !તમારું કેટલુંક વર્ણન
તો મોઢામાં પાણી લાવી જ દે તેવું છે.લખ્યે રાખો,
અમે વાંચતા રહીશું !પણ ધક્કામુક્કી સાચવજો !

 
સમય 5:09 AM, September 24, 2006, Anonymous કસુંબલ રંગનો વૈભવ એ કહ્યુ ..

good hon....bhai maja aavi tamara bologmaa.tamane vanchavani manavani good command on gujju ...really do good job .babu desai ahmedabad

 

Post a Comment

<< Home