મુમ્બઈ ની લોકલ ટ્રેઈન મુસાફરી
મુમ્બઈ ની લોકલ ટ્રેઈન મુસાફરી
લામ્બા અંતર ની ટ્રેઈન ની મુસાફરી નો અનુભવ તો લગભગ દરેક ને હ્શે ...પણ મુમ્બઈ ની ટ્રેઈન ની વાત જ કઈ ઓર જ છે . આ લેખ મા વાતો કરીશુ મુમ્બઈ ની ટ્રેઈન મુસાફરી ની.
લોકલ ટ્રેઈન એટલે મુમ્બઈ ના પાયો. અમીર – ગરીબ દરેક પ્રકાર ના લોકો નુ સસ્તુ ને સારુ વાહન . મુમ્બઈ ને માટે એવુ કહેવાય છે કે એ રેલ્વે ના પાટા પર સરકે છે . રેલ્વે બન્ધ તો મુમ્બઈ બન્ધ , જેનુ જીવતુ જાગતુ ઉદાહરણ ઓગ્સ્ટ ની રેલ દુર્ઘટના છે .
સવાર ના ૮-૩૦ થી ૧૦ વાગ્યા ના સમય ગાળો અને સાંજે ૬ થી ૮ ના સમય ગાળો એટલે સૌથી વધારે ભીડ નો સમય.આ સમયે પ્લેટફોર્મ પર ઉભા રહેવાની જગ્યા મળવી પણ મુશ્કેલ છે . અને ભીડ જોતા ટ્રેઈન મા ચડ્વાનો વિચાર પણ શુરવીર જ કરી શકે, મુમ્બઈ ની ટ્રેઈન મા ચડ્વાનુ એ કાચા પોચા નુ કામ નહિ. ટ્રેઈન મા ચઢ્વા અને ઉતરવા માટે એક વિશિષ્ટત તરકીબ છે . ફક્ત દરવાજા પાસે જઈ ને ઉભા રહી જાઓ , બાકી વ્યક્તિ ને ચઢાવવાની અને ઉતારવાની કપરી જવાબદારી મુમ્બઈ ની જનતા હોશે હોશે કરે છે.
ટ્રેઈન મા ચઢ્તા ની સાથે જ શરુઆત થાય સરસ બારીવાળી જગ્યા શોધવાની, અહીયા વ્યક્તિની ઝડપ થી વિચારવાની અને સ્ફુર્તી ની પરીક્ષા થાય . સૌથી વધારે પડાપડી હોય મુસાફરી ના રસ્તા ની વિરુદ્ધ દિશા ની જગ્યા ની , જેથી કરી ને સરસ મજા ની હવા નો આનન્દ માણી શકાય.
બેસતા ની સાથે જ ચર્ચા ના વાદળો ઘેરાવા ના શરુ થાય . જેમા આખા છાપા ની ખબરો, શેર બજાર ના ઉતાર ચઢાવ , ને આખા ગામ ની પંચાત . સાચુ કહુ તો રમુજી કાર્યક્રમ જોવા ની જરુર જ ન પડે , એવા એક થી એક ચડિયાતા પાત્રો સામ્ભળ્વા મળે ટ્રેઈન મા.
સાથે સાથે લડાઈ – ઝઘડા નો કાર્યક્રમ પણ જોવા મળે જ મળે. એટલે એક ટિકિટ મા બે શો.
કેટ્લાક લોકો ને બેસવાની એલર્જી હોય એટ્લે એવા લોકો માટે બન્યા છે ટ્રેઈન ના દરવાજા. ગમે તેટલી બેસવાની જ્ગ્યા કેમ ન હોય જ્યા સુધી દરવાજા પર લટકે નહિ ત્યા સુધી જમવાનુ પચે નહિ. જો કે દરવાજા પર લટકી ને મુસાફરી કરવા ના બે ફાયદા છે , એક તો સરસ મજા ની હવા નો આનન્દ માણી શકાય ને બીજુ સરસ મજા ના ચહેરાઓ નો આનન્દ માણી શકાય. જો દરવાજા ની હવા પણ સંતોષકારક નહિ લાગે તો ત્રીજો વિકલ્પ છે તે છાપરે (બાલ્ક્ની મા) બેસવાનો . બાલ્ક્ની મા થી ચલચિત્રો જોવા ની મજા જ ઓર છે , જેનો અનુભવ સૌએ કર્યો જ હશે , ફરક એટલો જ છે કે આ બાલ્ક્ની મા પડદો અને સીટ બન્ને સાપેક્ષ ગતિ એ , અને એક કરતા અનેક હીરો - હીરોઈન જોવા મળે.
સરવાળે મુમ્બઈ ની લોકલ ટ્રેઈન મુસાફરી માણવા જેવી ખરી.


dear Nimesh,
at the end of your post, I could not figure out if u were engouraging or intimidating ppl of mumbai train. But there is one thing that i really like is your command on gujarati. Gujarat Samachar ma job mali jay jo emne jove to.
keep it up.
આ જ તો જાદુ છે .
લેખ મા હુ મારા અવલોકનો નુ વર્ણન કરુ છુ , અને નિર્ણય છોડુ છુ વાચક પર . કેમ કે દરેક ની વિચારસરણી સરખી નથી હોતી.
Post a Comment
<< Home