Tuesday, April 18, 2006

બેંગલોર ની જિન્દગી

હુ પાકો ગુજરાતી ને એમા પણ પાછો સુરતી . એટ્લે સ્વભાવિક રીતે જ જમવા નો પ્રશ્ન ઉભો થવાનો જ છે . એમા કોઇ બે મત નથી.

બેંગ્લોર નુ હવામાન ખુશનુમા , એટલે સવાર મા સાત વાગ્યા મા તો આંખ ખુલી જ જાય , પછી સાર્રી સંગત હોય તો નજીક ના બાગ મા કસરત કરવાનો લહાવો લઈ શકાય અને આપી પણ શકાય , અલબત્ત બીજા વિક્લ્પ વાલા ઓછા હ્શે .

સવાર પડે ઈડલી અને ઢોસાથી , સાથે હોઈ ચા. ઈડલી- ઢોસા સાથે કોઇ ખાસ પ્રેમ નથી પણ મજ્બુરી નુ નામ .......

પછી એકદમ સારા સ્કુલ ના છોકરાઓ ની જેમ ક્મ્પની ના પટટા લટકાવી ને લાઈન મા ઉભા રહી જવાનુ , ત્યા સુધી બધી ક્મ્પની ઓની બસ ને જોયા કરો.. ઈંફોસિસ, સત્યમ, કેપ જેમિનિ , એચ પી , વિપ્રો અને ઘણી બધી...
બસ મા દાખલ થયા પછી ઘણા બધા વિકલ્પો છે સમય પસાર કરવા માટે, રેડિયો સિટી ,આઇ પોડ , પુસ્તકો, લેપ્ટોપ અને ઘણુ બધુ. એક વસ્તુ છે કે બેંગ્લોર મા જેટલો પુસ્તક પ્રેમ છે એટ્લો ક્દાચ બીજે કશે નહિ હોય. અને મારા જેવા થોડા હોય જે બધા નુ અવલોકન કરતા રહે , સમય પસાર કરવા ક્શુ તો કરવુ જ રહ્યુ . અને મારુ એવુ માનવુ છે કે મનુશ્ય જ ગુરુ છે . આમ ને આમ જ સમય પસાર કરતા કરતા દોઢેક કલાક મા ઓફીસ પહોંચી જવાય. બસ ના કાચ ની બહાર ના ટ્રાફીક્ ને જોતા વિચાર આવે કે શુ આ જ ભારત નુ ભવિશ્ય છે ??? કયારેક હુ કર્ણાટ્ક સરકાર ને તો ક્યારેક મારા નસીબ ને દોષ દઉ ...
પણ એ પાસા ની એક બાજુ છે બીજી બાજુ મા ઘણા પંખીડા ઓ ના યુગ્મ બનતા જોયા છે .

સાંજે પાછા આવતા ફરી પાછી એ જ બસ , એ જ હોસુર રોડ , એ જ ટ્રાફીક ને એ જ વિચારો. રોજ ના લગ્ભગ બે અઢી કલાક આ મ જ વહી જાય.

ઘરે પહોંચ્યા પછી પાછુ એ જ , જમવાનુ શુ કરીએ ?? ત્યા શાંતિસાગર કરી ને હોટ્લો ની ચે ઈ ન છે જે ના પર જીવન ચાલતુ હતુ. એક કોળ‍ીયો મુક્તા જ ને સુરત ના ખમણ યાદ આવે . પણ્ કાઇક મેળવવા માટે કાઇક ગુમાવવુ જ રહ્યુ . અને જ્મ્યા વગર જીવી પણ તો ન શકાય . ડાર્વિન ના ઉત્રાંતિવાદ ના સિદ્ધાંત મુજબ જે સજીવ સંઘર્ષ ન કરી શકે અને અનુકુલન સાધી ન શકે તે જીવી ન શકે .

આ થઈ અઠવાડિયા ના દિવસો ની વાત અને જો આ હોય શનીવાર – રવિવાર તો વિક્લ્પો ઘણા છે . બપોર થાય આખા અઠ્વાડિયા ના કપડા ધોવા થી , પછી બે કલાક ની ઉંઘ ને
જો હાથ મા હોય બે ત્રણ કલાક તો વિક્લ્પ હોય ફોરમ (વિખ્યાત શોપીંગ મોલ ) , એમ જી રોડ , બ્રિગેડ રોડ અને કોમર્શિયલ સ્ટ્રિટ . જરા આંટો મારી આવીએ જેથી કરી ને આવતુ અઠ્વાડિયુ શાંતિ થી નિકળ‍ી જાય.

જો હાથ મા હોય બે ત્રણ દિવસ ઉટી , કોડાઈકેનાલ, તિરુપતિ ,પોંડીચેરી ,કુર્ગ. ને ફરી થી એ જ સવાર એ જ બસ એ જ ઓફીસ એ જ હોસુર રોડ નો ટ્રાફીક .

આ છે બેંગલોર ની જિન્દગી .

ટીપ્પ્ણીઓ:6

સમય 4:45 AM, April 19, 2006, Blogger nocturnalsin એ કહ્યુ ..

My dear vanzaro,

there is nothing you can do about what u feel. if u take into account about all those IT guys in all cities, its more or less same. But i really feel sorry for you as I know how voracious you are when it comes to food. There is only one solution to that. Leave your IT job and open a Gujarati (Surati) dhaba and sell everything u like. u'll solve your n many gujarat's problems and can earn much more then wat u r earning under the chhatrachhaya of aziz premji.

And as you are from IT industry, IT ppl wud come to you and who knows your place might become the thinking point of future where young budding IT Techies wud come n share their new ideas.

Never blame fate for wat you have n for wat u dont have. There is nothing like fate, its all your choices that you made and for that you are there. sometimes you make good choice and end up being a billionire and in other case u end up being a normal person. i think you wud have got my point.

I think i have thouroughly dissected your blog.

NocturnalSin

 
સમય 6:55 AM, April 19, 2006, Anonymous jetliraghu એ કહ્યુ ..

Oye vanzaro,

khabar na padi ke "aap kiski taraf ho" blore ki ya surat ki....ya fir main to aap ki taraf hoon. :-d

Saras tame gujarati ma blog kari IT ne gujarati banavani pratham dadar na mool nakhya chhe.


blore na athvaidya pachhi mumbai nu athvadiyu ke blore-mumbai na upo-down vise lakhso....

je pan hoy ...something is better than nothing.

 
સમય 4:21 AM, May 21, 2006, Anonymous Hiren Patel એ કહ્યુ ..

hi surti,
Wonderful n really feel great to see first blog in Gujarati, so we not far away to tech Gujarati in rest of world. "Love your mother tong and culture, world will respect you" truly true !!

Now, on going with Gujarati.

 
સમય 8:18 PM, June 04, 2006, Anonymous ધવલ એ કહ્યુ ..

નિમેષ,

આજે જ ગૂગલ પર સર્ચ કરતા તારો બ્લોગ જોવામાં આવ્યો. હું પોતે પણ સૂરત છોડીને અમેરિકા આવ્યો ત્યારે આવી જ મનોસ્થિતીમાંથી પસાર થયેલો એ યાદ આવી ગયું. સૂરતને સતત યાદ કરનાર તારી જે હું પણ છું. સૂરત એટલે સૂરત. એનો વિકલ્પ જ નથી ! ખેર, ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત.

 
સમય 9:33 PM, June 14, 2006, Blogger Suresh એ કહ્યુ ..

હું 58 વર્ષે રીટાયર થઇ અમેરીકા આવ્યો ત્યારે બાહ્ય રીતે ઘણો ફેર હોવા છતાં મારી મન-સ્થિતિ આવી જ હતી. મારે ખાવા પીવાનું કોઇ દુઃખ ન હતું અને બસમાં કોમ્મ્યુટીંગ પણ કરવું પડતું ન હતું અને નોકરીની કોઇ ગુલામી પણ ન હતી. પણ વતનથી કપાઇ ગયાનું અને મૂળમાંથી ઊખડી ગયાનું દુઃખ તો આવું જ હતું.
આનો ઊકેલ આ ઘરડા પણ દીલથી બાળક દાદા પાસેથી મેળવવો હોય તો મારા 'સ્વરચિત રચનાઓ' બ્લોગમાં ' આનંદમયી' લેખ શ્રેણી વાંચવા ભલામણ કરું છું. sbjani2004@yahoo.com પર ઇમેઇલ પણ કરી શકો છો.

 
સમય 10:25 AM, July 11, 2006, Blogger manvant એ કહ્યુ ..

આપશ્રીનું માનવું તદ્દન સાચું છે :
મનુષ્ય ગુરુ છે.કેવો સુંદર વિચાર !!!

 

Post a Comment

<< Home