ચેન્નૈ થી બેંગ્લોર બસ મુસાફરી - 17/10/2007
ચેન્નૈ થી બેંગ્લોર બસ મુસાફરી(17/10/2007)
કંપની ના કામ માટે છેલ્લા દોઢ મહિના થી ચેન્નૈ મા રહેવાનુ થયુ અને અધવચ્ચે એમ બી એ ની પરીક્ષા ને ન્યાય આપવા બેંગ્લોર જવાનુ થયુ. જેવુ હજી સુધી ચાલ્યુ આવ્યુ છે તેમ અઠવાડિયા આગળ થી તો નક્કી થાય એમ નહોતુ એટલે 17 મી એ બપોરે નક્કી કર્યુ કે આજે સાંજ ની બસ મા બેંગ્લોર જવા માટે નીકળવુ છે .
ચેન્નૈ મ નવાસવા એટલે બસ ના કે રેલ્વે એજ્ન્ટો ના નમ્બર તો હતા નહી , એટલે મગજ(શેતાની) મા વિચાર આવ્યો કે ઈંટરનેટ પરથી રેલ્વે મા ઈ-ટીકીટ બુક કરાવીએ, પણ બદનસીબે બધી ટ્રૈનો મા લામ્બુ લચક વેઈટીંગ લીસ્ટ એટલે એ વિચાર પર તો ચોકડી લાગી ગઈ. બીજો વિચાર આવ્યો બસ નો પણ બસ ટ્રાવેલ્સવાળા નો નમ્બર પણ નહી મળે, એટલે થયુ કે લાવો ટેક્નોલોજી નો ઉપયોગ કરીએ , ગુગલ મા શોધ કરી ત્યા વળી વેબસાઈટ મળી રેડબસ.ઈન ( redbus.in ) ખુબ જ સરસ વેબસાઈટ બનાવી છે , બસ ના ભાડા , સીટ નંબર પસન્દ કરવાની છુટ આપે છે , પણ પાછુ બદનસીબે ઈંટરનેટ ની ખામી ને લીધે ક્રેડિટ કાર્ડ થી પૈસા ચુકવી નહી શકાયા. મે ફોન કરી ને તેમને વિનંતિ કરી કે તમે એક ટિકીટ બુક કરાવો , પૈસા હુ ટ્રાવેલ્સવાળા ને આપી દઈશ . જે તેમને માન્ય રાખી અને એક ટિકીટ બુક થઈ, રાત્રે 9-30 વાગ્યા ની ચેન્નૈ સ્ટેશન થી .
આખરે ધીરજ નો અંત આવ્યો ને બસ આવી ગઈ શર્મા ટ્રાવેલ્સ ની . બસ મા બેઠો ને જીવ મા જીવ આવ્યો , ટિકિટ ના ભાવ પ્રમાણે જ બસ ની સીટ હતી, બાપુ પૈસા વસુલ થઈ ગયા. બસ ચેન્નૈ સ્ટેશન થી શરુ થઈ ને બીજા વિરામ સ્થળ કોયેમ્બીડ પહોંચી. કોયેમ્બીડ એ ચેન્નૈ નુ મુખ્ય બસ સ્ટેન્ડ છે જે રીતે બેંગ્લોર મા મેજેસ્ટીક / કલાશીપાલ્યા અને અમદાવાદ મા ગીતા મન્દિર જ્યાથી આતર-રાજ્ય બસો સહેલાઈથી મળી રહે છે. ખાસ્સુ એવુ મોટુ અને ખાસ્સુ એવુ દુર છે શહેરથી.
આખા દિવસ ના થાક ના કારણે કોયેમ્બીડ પછી જો આન્ખો મીંચાઈ છે કે સીધી 5 વાગ્યે ખુલી હોસુર રોડ પર . હોસુર રોડ એટલે જ્યા મોટી મોટી કમ્પની ઓ દેરા નાખીને બેઠી છે . હોસુર રોડ ના ઈલેક્ટ્રોનિક સિટી વિસ્તાર ને લગભગ અઢી વર્ષ પછી જોઈ રહ્યો હતો જેમા વિપ્રો ઓફિસ , સાસ્કેન, એચટીએમટી , નોવેલ, કેપ જેમિની જોઈ. અને બસ રોકાઈ સિલ્ક બોર્ડ મડીવાળા ચેક પોસ્ટ પર. પછી આવ્યુ કલાશીપાલ્યા , બેંગ્લોર થી બહાર જ્તી અને આવતી લકઝરી ( પ્રાઈવેટ ) બસ નુ મુખ્ય મથક. અઢી વર્ષ માતો આખા વિસ્તાર ની કાયાપલટ થઈ ગઈ છે . સવાર સવાર મા રિક્ષાવાળાઓ સાથે લડવાનુ મન નહોતુ એટલે ચાલતા ચાલતા બસ ડેપો પહોંચી ગયો , બસ ડેપો અહી થી ફક્ત 5 મિનિટ થાય ચાલતા ચાલતા.
બેંગ્લોર ની ઠંડી મા ગરમ ગરમ ચાની ચુસ્કી તો કેમ કરતા જવા દેવાય , એટલે સવાર સવાર મા ચા પી ને ઠંડી , સુસ્તી ભગાડવાની વ્યર્થ કોશિશ કરી અને મંજિલ પર જતી બસ મા બેસી ગયો.
વળી ક્યારેક વાતો કરીશુ બેંગ્લોર થી ચેન્નૈ મુસાફરી ની................




